સાંવરિયો વટનો કટકો --(geet by) ----દીપક ત્રિવેદી
સાંવરિયો વટનો કટકો !
ઘડી ઘડીમાં રીસાતો-ભીંસાતો એનો લટકો !
ફૂલ ખીલે અધમધ રાતે ને ભાર બપ્પોરે કીટ્ટા!!
અક્ષરને બદલે ચીતરતો આડા-અવળા લીટા!
મધદરિયે કહેતો અટકો !
સાંવરિયો વટનો કટકો !
નહિ હોડી નહિ હલેસું નહિ ફૂલપદમણી રાણી;
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી !
એ રહે આંખને ખટકો !
સાંવરિયો વટનો કટકો !
----દીપક ત્રિવેદી
Tuesday, July 13, 2010
Saturday, July 3, 2010
ડંખે છે મને !-------દીપક ત્રિવેદી
નિજ શ્વાસોચ્છવાસ ડંખે છે મને !
આંધળો વિશ્વાસ ડંખે છે મને !
ખૂબ ઊડ્યો છું હવા લઇ પાંખમાં-
એ નું એ આકાશ ડંખે છે મને !
એક મુઠ્ઠી લઇ અને વાવી દીધો-
એ જ લીલો ચાસ ડંખે છે મને !
આંગળીમાં એ અચાનક જઈ ચડી-
વાંસની એ ફાંસ ડંખે છે મને !
ગોખલે દીવો કરું છું તે દિવસ-
બે-ઘડી અજવાસ ડંખે છે મને !
----દીપક ત્રિવેદી
Subscribe to:
Posts (Atom)